આ ખેતીથી ખેડૂત થયો માલામાલ!

રાસાયણિક ખાતરના કારણે ખેડૂતોની ખેતી અને પાકનું ઉત્પાદન જરુર વધી ગયું છે. 

એવામાં બિહારમાં લખીસરાય જિલ્લાના ખેડૂત યમુના મહતો પરંપરાગત ખેતી છોડીને જૈવિક રીતે શાકભાજીની ખેતી કરી રહ્યા છે. 

જૈવિક રીતે શાકભાદીની ખેતીથી તેઓ સારી કમાણી પણ કરી રહ્યા છે. 

ખાસ વાત એ છે કે, પ્રગતિશીલ ખેડૂત યમુના જૈવિક ખેતીમાં સમયના પ્રબંધનનો વિશેષ ધ્યાન રાખે છે.

તેમણે જણાવ્યું કે, શાકભાજીમાં જે જૈવિક દવાઓનો સમયાંતરે છંટકાવ કરે છે અને તેને જાતે જ તૈયાર કરે છે. 

ખેડૂત યમુનાએ જણાવ્યું કે, હાલ બે વીઘામાં જૈવિક રીતે ભીંડાની ખેતી કરી રહ્યા છે. 

તેમણે જણાવ્યું કે, એક સિઝનમાં ભીંડાથી જ 1.50 લાખની કમાણી થઈ જાય છે. 

આ સિવાય પરવળ અને કારેલાની ખેતી પણ કરી શકે છે. 

તમામ શાકભાજીને મિલાવીને તેઓ વાર્ષિક 5 લાખની કમાણી કરી રહ્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો