200 વર્ષ જૂની અડદના લોટમાંથી બનાવેલી હનુમાનજીની મૂર્તિ

સામાન્ય રીતે કોઈપણ ભગવાનની મૂર્તિ આરસ, પત્થર કે લાકડામાંથી બનાવાય છે.

પરંતુ, સાબરકાંઠાના કડિયાદરા ગામમાં હનુમાનજીની મૂર્તિ અડદના લોટમાંથી બનાવવામાં આવી હતી. 

વિશેષ વાત એ છે કે, આ મૂર્તિ 200 વર્ષથી પણ વધારે જૂની છે. 

છેલ્લા 200 વર્ષથી આ મૂર્તિનો કોઈ ભાગ ખંડિત થયો નથી.

જ્યારે 200 વર્ષ જૂનું આ ધાન્ય આજે પણ હનુમાનજીના ચરણ પાસે જોઈ શકાય છે.

જ્યારે મૂર્તિના અન્ય ભાગ પર રંગીન પંતુકલા ચોંટાડેલા છે.

સમગ્ર ગુજરાતમાં કોઈપણ અનાજ કે ધાન્યથી બનાવવામાં આવેલી આ એકમાત્ર મૂર્તિ છે. 

આ હનુમાનજીના મંદિરની બાજુમાં ગ્રામદેવી એક નાનું દેરૂં આવેલું છે.

આ ગ્રામદેવીનું દેરૂં પણ હનુમાનજીની મૂર્તિ જેટલું જ જૂનું છે. 

અહીં નવરાત્રિના સ્થાપનના દિવસે વિશેષ દીવો લઈને ગ્રામજનો આવે છે.

માતાજી સમક્ષ પોતાની મનોકામનાઓ રજૂ કરે છે. ગ્રામદેવી તેઓની મનોકામના અચૂક પૂરી કરે છે એવી લોકવાયકા પ્રચલીત છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો