10 પાસ ખેડૂતે કોઠાસૂઝથી કરી લાખોની કમાણી!

ભરુચ જિલ્લાની મોટાભાગની ગ્રામીણ વસ્તી ખેતીના ઉદ્યોગ સાથે સંકળાયેલી છે. 

હાલ, જિલ્લામાં ખેડૂતોમાં રોકડિયા પાકના ઉત્પાદનનું ચલણ વધ્યું છે.

અંકલેશ્વર તાલુકાના બોરભાઠા બેટ ગામના ખેડૂત જયંતિ પટેલ છેલ્લા 25 વર્ષથી ખેતી કરે છે.

તેઓ ગામની સીમમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી કારેલા સહિત અન્ય રોકડિયા પાકની ખેતી કરે છે.

ખેડૂતે ધોરણ 10 સુધી અભ્યાસ કરેલો છે અને તેમની ઉંમર હાલ 50 વર્ષ છે.

ખેડૂત 1.5 એકર જમીનમાં કારેલાની ખેતી કરે છે. 

ખેડૂતે કારેલાની ખેતીમાં 52 હજાર રૂપિયા મંડપ ખર્ચ કર્યો છે.

કારેલાની ખેતી થકી ખેડૂત ચોમાસાની સીઝનમાં દર બે દિવસે પાક ઉત્પાદન મેળવી સારી આવક મેળવી રહ્યા છે.

તેમણે અંકલેશ્વર સહકાર એગ્રોમાંથી બિયારણ મંગાવ્યું હતું અને કારેલાનું વાવેતર કર્યુ હતું.

ખેડૂતે કારેલાના મંડપમાં 1500 કરતાં વધુ છોડનું વાવેતર કર્યું છે. 

કારેલાના પાકમાં ખેડૂત ઘન જીવામૃત, છાણીયું ખાતર સહિતના ઓર્ગેનિક ખાતરનો વપરાશ કરી રહ્યા છે.

ખેડૂત ગાય આધારિત ખેતી કરીને સારી આવક મેળવે છે.

ખેડૂત દર બે દિવસના અંતરે કારેલાના પાકનો ઉતારો લે છે. તેઓને દર 2 દિવસે 7 મણ પાક મળે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો