સોમનાથની વિશાળ પ્રતિકૃતિ

ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે હિંડોળા મહોત્સવ શરૂ કરાયો છે.

હિંડોળા મહોત્સવની સાથોસાથ અહીં શ્રાવણ માસ નિમિત્તે 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છો.

12 જ્યોતિર્લિંગ ઉપરાંત અહીં ગુજરાતના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિરની વિશાળ પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે.

અસલ સોમનાથ મંદિર જેવી જ આ પ્રતિકૃતિમાં રોજ સવાર સાંજ મહાદેવની પૂજા પણ કરવામાં આવે છે.

શ્રાવણ મહિનાના દર સોમવારે એક હજાર બીલીપત્ર, એક હજાર કમળ તથા એક હજાર જાપ સાથે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે.

મંદિરની દાનપેટીમાં પાંચ રૂપિયાનો સિક્કો નાખતા જ શિવલિંગ ઉપર વિશાળ શંખમાંથી જળાભિષેક થાય છે.

આ જ્યોતિર્લિંગના દર્શનાર્થે દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટેે છે.

 60 વર્ષ બાદ પુરુષોત્તમ માસ સાથે શ્રાવણ મહિનો આવતા 12 હિંડોળા સાથે 12 જ્યોતિર્લિંગની પ્રતિકૃતિ બનાવી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો