3 મહિનામાં લખપતિ બનવું હોય તો આ ખેતી કરો

ગરમીની સીઝનમાં લીલા શાકભાજી ખૂબ મળી આવે છે.

કારેલા, દૂધી, બીન્સ, શિમલા મિર્ચ, પરવળ ઉપરાંત કેટલાય શાકભાજીની માંગ વધારે છે. 

આજે અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ છે ગલકા. આજે પણ ઘણા લોકો એવા છે, જેને આ શાકભાજી વિશે ખબર નહીં હોય. 

ગયા જિલ્લામાં આ શાકભાજીની ખૂબ ખેતી થાય છે. લોકો શોખથી તેની શાકભાજી અને ભજીયા બનાવીને ખાય છે.

અહીંના ખેડૂત ગલકાની ખેતીથી સારો એવો નફો કમાઈ રહ્યા છે.

90 દિવસમાં ખેડૂતો સારા એવા પૈસા કમાય છે. તેની ખેતીમાં ઓછા ખર્ચો આવે છે અને પાંચ ગણો નફો થાય છે.

નનોક ગામના ખેડૂત સંજય કુમાર ગલકાની ખેતી કરી ત્રણ મહિનામાં જ તેમણે 50-60 હજારની આવક કરી છે.

એક વીઘા જમીનમાં લગભગ 10 હજાર રૂપિયાનો ખર્ચો આવે છે. હાલમાં માર્કેટમાં આ શાકભાજી 20-30 રૂપિયે પ્રતિ કિલો મળે છે.

ખેડૂત સંજય કુમારના જણાવ્યા અનુસાર, 3 મહિનાની તેની સીઝનમાં એક વીઘામાં લગભગ 60 હજાર રૂપિયાની કમાણી થઈ જશે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.