નવરાત્રીમાં પહેરો ટ્રેન્ડિંગ ઓક્સિડાઇઝ જ્વેલરી

નવરાત્રીમાં મહિલાઓને રંગબેરંગી નવી-નવી ચણીયાચોળી સાથે જ્વેલરી પણ જોઈએ છે.

ત્યારે નારણપુરાના સેજલ શાહ નામની મહિલા ઘરે જ આવા સેટ બનાવીને વેચાણ કરે છે. 

તેમણે પોતાના મિત્રને આવું કામ કરતાં જોયું હતુ બાદમાં તેને જોઈને પોતે પણ એક આવો સેટ બનાવ્યો.

હાલ, તેઓ આ પ્રકારની જ્વેલરી બનાવીને તેના વેચાણનો બિઝનેસ કરે છે. 

તમને અહીં ઓક્સિડાઈઝ સેટથી વિવિધ ડિઝાઈન જોવા મળશે. 

તેઓ કોઈની પણ નકલ કર્યા વિના પોતાની નવી ડિઝાઈન બનાવે છે. 

જો તમે પણ નવરાત્રીમાં આવી જૂની-પુરાણી જ્વેલરીથી કંટાળી ગયા હોય તો આ રંગબેરંગી જ્વેલરી અજમાવી શકો છો. 

સેજલબેન પાસે 100 રુપિયાથી લઈને 1000 સુધીની અલગ-અલગ ભાવની જ્વેલરી મળી રહેશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો