છેલાજી રે...  મારી હાટુ 'અમદાવાદ'થી પટોળા લેતા આવજો

ગુજરાતના કલાવારસામાં અદ્ભૂત હસ્તકળામાંથી એક છે પટોળા વર્ક.

આ કળામાં દોરાની લટ પર ડિઝાઈન મુજબ રંગ કરી કાપડ તૈયાર કરવામાં આવે છે. 

ગુજરાતનાં સુપ્રસિદ્ધ પટોળા હાલ અમદાવાદ હાટમાં જોવા મળી રહ્યા છે. 

આ પટોળા આર્ટમાં જૈન અને હિંદુ માટેની સાડીઓમાં પક્ષીઓ, ફૂલો, પ્રાણીઓ અને નૃત્ય કરતી શૈલીઓ જોવા મળે છે.

તેમજ મુસ્લિમ માટેની સાડીઓમાં ભૌમિતિક આકૃતિઓ અને ફૂલોની શૈલી જોવા મળે છે. 

પટોળામાં ખાસ ડબલ ઈક્કત પટોળા અને સિંદલ ઈક્કત પટોળાની વેરાયટી જોવા મળે છે. 

આ પટોળા આર્ટની સાડી 10,000 થી લઈને 35,000 સુધીની છે.

તેમજ ડબલ ઈક્કત સાડીની કિંમત 80,000 રુપિયાથી શરુ થાય છે. 

હાલ, આ પટોળા આર્ટ પાટણ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં વણાઈ રહ્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો