અહીં એકસાથે થશે 12 જ્યોતિર્લિંગના દર્શન 

ભગવાન શિવના પ્રિય માસ શ્રાવણનું હિન્દુ પૌરાણિક માન્યતા અનુસાર વિશેષ મહત્વ છે.

ઝારખંડના હજારીબાગમાં તમે એકસાથે 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકો છો.

હજારીબાગના મટવારી ગાંધી મેદાનમાં 12 જ્યોતિર્લિંગ દર્શન મેળાનું આયોજન કરવામાં આવે છે.

આ સાત દિવસીય મેળો 17 ઓગસ્ટથી શરુ થઇ 23 ઓગસ્ટ સુધી ચાલશે.

અહીં મેળો પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત કરવામાં આવે છે.

આયોજક સમિતિની અલકા બહેન જણાવે છે કે 12 જ્યોતિર્લિંગ શિવલિંગના પ્રતીક અહીં સ્થાપિત કરવામાં આવે છે.

અહીં બાબા અમરનાથ જ્યોર્લીંગના દર્શન માટે ગુફાનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે.

આ મેળામાં કેદારનાથ, નાગેશ્વર, ઈશ્વર રામેશ્વર, વૈદ્યનાથ, ત્રયંબકેશ્વર, વિશ્વનાથ જ્યોતિર્લિંગના દર્શન મળશે.

સાથે જ ભીમાશંકર, ઓમકારેશ્વર, મહાકાલેશ્વર, મલ્લિકાર્જુન, સોમનાથ અને ધ્રુનેશ્વર જ્યોતિર્લિંગના દર્શન પણ કરી શકો છો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો