ગરોળીના ત્રાસથી પરેશાન છો? અપનાવો ઘરેલું નુસ્ખા

દરેક ઘરમાં ગરોળી જોવા મળે છે. ગરોળી ઝેરી હોય છે. તેથી તેનું જોખમ પણ રહે છે. 

આજકાલ ગરોળીને મારવા માટે માર્કેટમાં ઘણી દવાઓ આવી ગઈ છે. પરંતુ, તેનાથી ઘરમાં મરીને પડશે અને તેની દુર્ગંધ આવશે. 

ગરોળીને ઘરમાંથી હંમેશા માટે દૂર કરવા અમુક ઘરેલું નુસ્ખા અજમાવો. 

ડુંગળીની દુર્ગંધથી ગરોળી જલ્દી ભાગી જાય છે. ઘરના ખૂણામાં ડુંગળી છોલીને રાખો તેની દુર્ગંધથી ગરોળી ભાગી જશે.

ઈંડાની છાલની વાસથી પણ ગરોળી દૂર ભાગે છે. જ્યાં સૌથી વધારે ગરોળી હોય ત્યાં ઈંડાની છાલ મુકી દો.

મરીનો સ્પ્રે બનાવીને છાંટો. મરીને જીણી-જીણી વાટી લો અને સ્પ્રે બોટલમાં ભરી દો. બાદમાં ગરોળી હોય તે જગ્યાએ તેને છાંટો. 

લસણને પીસીને પણ સ્પ્રે બનાવવાથી ગરોળીને ભગાડી શકાય છે. લસણની વાસખથી પણ ગરોળી ભાગી જાય છે. 

લવિંગની વાસ પણ ગરોળી સહન નથી કરી શકતી. એવામાં લવિંગ પાવડર ઘરના ખૂણામાં છાંટી દો અથવા લિક્વિડ સ્પ્રે બનાવીને છાંટો. 

ગરોળીને ભગાડવા માટે હોમમેડ સ્પ્રે બનાવી શકાય છે. ડુંગળ, લસણનો રસ, લવિંગ પાવડર, ડિટૉલ મિક્સ કરીને સ્પ્રે બનાવો. બાદમાં ગરોળી જે જગ્યાએ હોય ત્યાં તેનો છંટકાવ કરો.

નેપ્થલીન બૉલ્સથી પણ ઘરમાંથી ગરોળી ભાગી જાય છે. આ બૉલ્સને ઘરની ઉંચી જગ્યાએ રાખો. જ્યાંથી સુગંધ પહોંચે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો