ચંદ્રયાન-3 લાંબી યાત્રા બાદ આજે ચંદ્રની ધરતી પર લેન્ડ કરવાનું છે. 

આજે જ્યારે યાન ચંદ્રની ધરતી પર લેન્ડ કરશે ત્યારે કરોડોના ધબકારા અટકી જશે. 

ચંદ્રયાન 23મી ઓગસ્ટની સાંજે ભારતીય સમય પ્રમાણે સાંજે 6:04 વાગ્યે લેન્ડ થશે.

જેમાં અંતિમ 15 મિનિટ મહત્વની હોય છે, ચંદ્રયાન-2 દરમિયાન પણ તે મહત્વની સાબિત થઈ હતી. 

તે સમયે ISROના અધ્યક્ષ રહેલા કે સિવને નિષ્ફળતા માટે અંતિમ 15 મિનિટ જવાબદાર ગણાવી હતી. 

2019માં ચંદ્રયાન-2નું લેન્ડર મોડ્યુલ ચંદ્રની ધરતીથી 2.1km ઊંચાઈ સુધી પહોંચ્યું હતું. 

અહીં સુધી બધું બરાબર હતું પરંતુ તે પછી સામાન્ય ટેક્નિકલ ગડબડના લીધે લેન્ડર ક્રેશ થયું હતું. 

લેન્ડરની એ અંતિમ 15 મિનિટની સ્પીડ કંટ્રોલ કરવી જ સૌથી પડકારજનક કામ હોય છે. 

લેન્ડિંગ પછી મિનિશ 14 દિવસ સુધી કામ કરે છે અને ચંદ્ર પરથી સતત ધરતી પર માહિતી મોકલે છે. 

આજે ચંદ્રયાન મિશન સામે કરોડો ભારતીયો સહિત દુનિયાના દેશો મીટ માંડીને બેઠા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો