રક્ષાબંધનની થાળીમાં આ વસ્તુ મુકવાનું ન ભૂલતા

રક્ષાબંધન ભાઈ-બહેનના પ્રેમનો પવિત્ર તહેવાર છે. 

આ પર્વ પર બહેન પોતાના ભાઈના હાથમાં રાખડી બાંધે છે. 

રાખડી બાંધ્યા પહેલા રાખડી મુકે તે થાળી શણગારવામાં આવે છે. 

આ થાળીને પૂજાની થાળીની જેમ જ સજાવવામાં આવે છે. 

કાશીના જ્યોતિષ પંડિત સંજય ઉપાધ્યાયે જણાવ્યું કે, રાખડીની થાળીમાં 8 જરુરી સામગ્રી સામેલ કરવી જોઈએ.

થાળીમાં કંકુ, હળદર, ચોખા, ઘીનો દીવડો, શ્રીફળ, પુષ્પ, રક્ષાસૂત્ર અને મીઠાઈ સામેલ કરવી જોઈએ. 

આ તમામ સામગ્રીને એક સુંદર થાળીમાં મુકવું જોઈએ.

પૂજાની થાળીમાં સૌથી પહેલા કંકુથી સ્વસ્તિક અથવા અષ્ટ કમળનું ચિહ્ન બનાવો. 

ત્યારબાદ તેમાં લાલ રંગનું કપડું પાથરો અને બાકીની સામગ્રી તે થાળીમાં મુકો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો