વાળ ખરતાં બંધ થઇ જશે, કારગર છે આ નેચરલ ઉપાય

હેલ્ધી ડાયેટ ફોલો કરો

વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીનથી ભરપૂર બેલેન્સ્ડ ડાયેટ લો, જે વાળની હેલ્થ માટે જરૂરી છે. ઓછા ફેટ વાળા માંસ, માછલી, ઇંડા, ડેરી પ્રોડક્ટ્સ, ફળો અને શાકભાજી જેવી વસ્તુઓનો સમાવેશ કરો.

ડુંગળીનો રસ

તમારી સ્કેલ્પમાં ડુંગળીનો રસ લગાવો, તેને 15-30 મિનિટ માટે છોડી દો, અને પછી માઇલ્ડ શેમ્પૂથી વાળ ધોઇ લો.

સ્ટ્રેસ મેનેજ કરો

ક્રોનિક સ્ચટ્રેસ વાળ ખરવાનું કારણ બની શકે છે. ધ્યાન, યોગ અથવા ઊંડા શ્વાસ લેવાની કસરત જેવી સ્ટ્રેસ ઘટાડવાની ટેક્નીકની પ્રેક્ટિસ કરો.

રેગ્યુલર હેર કેર

તમારા વાળના પ્રકાર અનુસાર યોગ્ય માઇલ્ડ, સલ્ફેટ-ફ્રી શેમ્પૂ અને કન્ડિશનરનો ઉપયોગ કરો. વારંવાર વાળ ઓળવાનું ટાળો અને ભીના વાળમાં ઘૂંચ કાઢવા માટે પહોળા દાંતાવાળા કાંસકોનો ઉપયોગ કરો.

સ્કેલ્પ મસાજ

નિયમિત સ્કેલ્પ મસાજ વાળના ફોલિકલ્સમાં બ્લડ સર્ક્યુલેશનને સુધારે છે, હેર ગ્રોથ વધારે છે. વધુ ફાયદા માટે તમે નાળિયેર, બદામ અથવા જોજોબા ઓઇલનો ઉપયોગ કરી શકો છો.

હર્બલ હેર વોશ

રોઝમેરી અથવા ગ્રીન ટી જેવા હર્બલ હેર વોશ વાળને મજબૂત કરવામાં અને વાળ ખરતા ઘટાડવામાં મદદ કરી શકે છે. જડીબુટ્ટીઓને ઉકાળો, તેમને ઠંડુ થવા દો અને શેમ્પૂ કર્યા પછી છેલ્લે આ પાણીનો ઉપયોગ કરો.

કેમિકલ ટ્રીટમેન્ટ ટાળો

વધુ પડતી હીટ સ્ટાઇલ અને કેમિકલ ટ્રીટમેન્ટ વાળને નબળા બનાવી શકે છે અને તૂટવાનું કારણ બની શકે છે. તેનો ઉપયોગ ઓછો કરવાનો પ્રયાસ કરો અથવા હીટ પ્રોટેક્ટિંગ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરો.

એશેંશિયલ ઓઇલ

કેટલાક એશેંશિયલ ઓઇલ, જેમ કે રોઝમેરી,લવંડર, અને પેપરમિન્ટ, હેર ગ્રોથ સાથે જોડાયેલા છે.એશેંશિયલ ઓઇલના થોડા ટીપાં તમારા રેગ્યુલર તેલમાં મિક્સ કરો અને તમારા સેકેલ્પ પર મસાજ કરો.

હાઇડ્રેટેડ રહો

વાળના સ્વાસ્થ્ય સહિત સમગ્ર સ્વાસ્થ્ય માટે યોગ્ય હાઇડ્રેશન મહત્વપૂર્ણ છે. દરરોજ પૂરતા પ્રમાણમાં પાણી પીવો.

એલોવેરા

એલોવેરામાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો છે અને તે  સ્કેલ્પની બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. ફ્રેશ એલોવેરા જેલને તમારી સ્કેલ્પ પર લગાવો, તેને 30 મિનિટ સુધી રહેવા દો અને પછી નવશેકા પાણીથી ધોઈ લો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)