વૈજ્ઞાનિકોને મળ્યો સૌથી જૂનો ઉલ્કાપિંડ, જેની ઉંમર પૃથ્વીથી વધુ
વૈજ્ઞાનિકોએ એક એવા ઉલ્કાપિંડની શોધ કરી છે જે પૃથ્વી કરતા ઘણો જૂનો છે.
દાવો કરવામાં આવ્યો છે કે આ ઉલ્કાપિંડ 4.6 અબજ વર્ષ જૂનો છે.
તેની શોધ 2020માં અલ્જેરિયાના સહારા રણના એર્ગ ચેચ ક્ષેત્રમાં કરાઇ હતી.
આ ઉલ્કાપિંડને લઈને વૈજ્ઞાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કેમ કે, તે પ્રકાશ પાડશે કે આપણી શરૂઆતની સિસ્ટમ કેવી દેખાતી હતી?
એવજેની ક્રિસ્ટિનોવના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના સંશોધકો આ અંગે સંશોધન કરી રહ્યા છે.
વૈજ્ઞાનિકોના મતે તેમાં મુખ્યત્વે જ્વાળામુખીના ખડકોનો સમાવેશ થાય છે.
એવું માનવામાં આવે છે કે તે કોઈ ગ્રહના પ્રારંભિક સ્તરમાંથી આવ્યો હોવો જોઈએ.
આ નવો અભ્યાસ નેચર કોમ્યુનિકેશન જર્નલમાં પ્રકાશિત થયો છે.
क्लिक
और स्टोरीज पढ़ने के लिए यहां क्लिक करें