Hair Fall: રોજ ખાવ આ બીજ, એકપણ વાળ નહીં ખરે

આજકાલ વાળ ખરવાની સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઇ છે.

લોકો હેર ફોલ ઘટાડવા માટે મોંઘી ટ્રીટમેન્ટ લે છે પરંતુ જોઇએ તેવું રિઝલ્ટ મળતું નથી.

તમે તમારા ડાયેટમાં કેટલાંક બીજ સામેલ કરીને વાળ ખરવાની સમસ્યામાં રાહત મેળવી શકો છો.

શક્કર ટેટીના બીજ

શક્કર ટેટીના બીજમાં ઝિંક, પોટેશિયમ, મેંગેનીઝ, સોડિયમ, કેલ્શિયમ, આયરન, પ્રોટીન, ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ હોય છે. તે તમારા વાળને મજબૂત બનાવે છે. 

અળસીના બીજ

અળસીના બીજ ઓમેગા-3 ફેટી એસિડથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી વાળમાં ચમક સાથે મજબૂતી પણ આવે છે.

કોળાના બીજ

મેગ્નેશિયમ, પોટેશનિયમ, ફોસ્ફરસ જેવા ગુણોથી ભરપૂર કોળાના બીજનું સેવન કરવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે અને વાળ પર ચમક આવે છે.

ચિયા સિડ્સ

કેલ્શિયમ, આયરન, મેગ્નેશિયમ અને પોટેશિયમથી ભરપૂર ચિયા સિડ્સને સુપરફૂડ કહેવાય છે. તેનાથી વાળ હેલ્ધી બને છે અને ઓછા ખરે છે.

મેથીના બીજ

મેથી વાળ માટે સારી માનવામાં આવે છે. તેને વાળ પર લગાવવાની સાથે તેનું સેવન પણ કરી શકો છો. તેને ડાયાબિટીસમાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

સનફ્લાવર સીડ્સ

ઝિંક અને ઓમેગા-3 ફેટી એસિડ જેવા ગુણોથી ભરપૂર સનફ્લાવર સીડ્સને પણ વાળના ગ્રોથ માટે સારા માનવામાં આવે છે. તે વાળને મજબૂત બનાવે છે.

કલોંજીના બીજ

કલોંજીના બીજ વાળના ફોલિકલ્સને મજબૂત બનાવે છે. તેનાથી હેર ફોલ ઓછુ થાય છે. કલોંજીમાં એન્ટીફંગલ અને એન્ટીઓક્સિડેંટ ગુણ હોય છે, જે સ્કેલ્પને ઇન્ફેક્શનથી બચાવે છે. 

તમે આ બીજનું સેવન કરીને ઘણી હદ સુધી વાળ ખરવાની સમસ્યામાં રાહત મેળવી શકો છો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી