1 સપ્ટેમ્બરથી બદલાઈ જશે આ નિયમો

ઓગસ્ટ મહિનો પૂરો થવાનો છે. એક દિવસ પછી સપ્ટેમ્બર મહિનો શરૂ થશે.

દર મહિનાની પહેલી તારીખે દેશમાં ઘણા ફેરફારો થાય છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય માણસના ખિસ્સા પર થાય છે.

આવી સ્થિતિમાં, તમારા માટે આ ફેરફારો વિશે જાગૃત રહેવું મહત્વપૂર્ણ છે. 1 સપ્ટેમ્બરથી પણ ઘણા ફેરફારો થવાના છે.

1. 1લી સપ્ટેમ્બરથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને ગેસ સિલિન્ડર પર 200 રૂપિયાની છૂટનો લાભ મળશે.

2. UIDAIએ 14મી સપ્ટેમ્બર સુધી આધારને મફતમાં અપડેટ કરવાની સમયમર્યાદા નક્કી કરી છે.

3. 2,000ની નોટ બદલવા માટેની ડેડલાઈન 30 સપેટમ્બર 2023 રાખવામાં આવી છે. 

4. ટ્રેડિંગ અને ડીમેટ ખાતાધારકો માટે નોમિનેશન કરવા કે નોમિનેશન પાછું ખેંચવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 સુધી લંબાવવામાં આવી છે.

5. સપ્ટેમ્બરમાં જુદા જુદા પ્રસંગોએ કુલ 16 દિવસ બેંકો બંધ રહેશે. તમે રિઝર્વ બેંકની અધિકૃત વેબસાઈટ પર જઈને બેંકની રજાઓની યાદી ચકાસી શકો છો.

6. સરકારી તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરની સાથે કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર કરી શકે છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી