અંતિમ દિવસે જામ્યો IPO, 254% સબ્સક્રિપ્શન મળ્યું

શેપવિયર બનાવનારી કંપની સીપીએસ શેપર્સના આઈપીઓને રોકાણકારો તરફતી સારો પ્રતિભાવ મળ્યો છે. 

સબ્સક્રિપ્શનના અંતિમ દિવસે આ આઈપીઓ 253.95 ટકા સબ્સક્રાઈબ થયો છે. 

ઈશ્યૂમાં રિટેલ રોકાણકારોએ દિલ ખોલીને દાવ લગાવ્યો છે. 

રિટેલ રોકાણકારો માટે આરક્ષિત હિસ્સામાં 300.98 ટકા સબ્સક્રિપ્શન મળ્યું છે. 

આ ઉપરાંત બિન સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 198.17 ટકા સબ્સક્રાઈબ કરવામાં આવ્યો છે. 

આ પૂરી રીતે ફ્રેશ ઈશ્યૂ હતો, એટલે કે આમાં ઓફર ફોર સેલ હેઠળ કોઈ વેચાણ થયું નથી. 

સબ્સક્રિપ્શન બાદ 5 સપ્ટેમ્બરે શેર એલોટમેન્ટ થશે. ત્યારબાદ 8 સપ્ટેમ્બરે સીપીએસ શેપર્સની NSE SME પર લિસ્ટિંગ થશે. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.