...એ ચિત્રો જેના કારણે થયો 'કિંગ ઓફ સાળંગપુર' વિવાદ

ગુજરાતમાં હાલ સાળંગપુર મંદિરનો વિવાદ ઘણો ચર્ચામાં છે. 

આ વિવાદ કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટ મૂર્તિ નીચે હનુમાનજીની તકતી અને ચિત્રોના કારણે સર્જાયો છે.

છેલ્લા ઘણાં સમયથી સોશિયલ મીડિયામાં આ ભીંતચિત્રોને કારણે વિવાદ હતો જે હવે સાધુ-સંતો સુધી પહોંચી ગયો છે.

હિંદુ ધર્મના સાધુ સંતો તેનો ઉગ્ર વિરોધ કરે છે. તેમજ આ ચિત્રોને હટાવવાની માંગણી પણ કરવામાં આવી રહી છે.

'કિંગ ઓફ સાળંગપુર'ની પ્રતિમાની નીચે કણપીઠમાં શિલ્પચિત્રો કંડારવામાં આવ્યા છે. 

જેમાં એકમાં સ્વામિનારાયણ ભગવાન ઉભા છે અને હનુમાનજી તેમને પ્રણામ કરતા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. 

લોકોનો દાવો છે કે, આ ભીંતચિત્રોમાં હનુમાનજીને દાસ બતાવવામાં આવ્યા છે. 

આ પ્રતિમાઓમાં હનુમાનજી દાદાને સહજાનંદ સ્વામીના દાસ તરીકે ચિતરવામાં આવ્યાનો લોકોનો દાવો છે. 

તથા હનુમાનજી સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. 

આ ચિત્ર અંગેનો વિવાદ સામે આવતા હિન્દુ ધર્મના વિવિધ સંગઠનો આક્રમક બન્યા છે. 

તમામ હિંદુ સંગઠનોએ માગણી કરી છે કે, આ ભીંતચિત્રો વહેલામાં વહેલી તકે હટાવવામાં આવે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો