કચ્છ ગયા'ને આ ચૂકી ગયાં? ...તો પૈસા પડી ગયાં!

નવેમ્બર મહિનામાં લાખો લોકો રણોત્સવ માણવા કચ્છના મહેમાન બને છે. 

ત્યારે જો તમે પણ કચ્છ જાવ તો ભુજની આ જગ્યાની અવશ્ય મુલાકાત લેજો.

2001માં કચ્છ પર ત્રાટકેલા ભૂકંપે કચ્છની સાથે સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. તેમાં જીવ ગુમાવનાર દિવંગત આત્માની યાદમાં ભુજિયા ડુંગર પર એક અદ્યતન મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું છે.

અહીં ડુંગરના ટોચ પર બનાવેલા સનસેટ પોઇન્ટ પરથી ઢળતા સૂરજની મજા માણી શકો છો. 

ગુજરાત રાજ્યમાં લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરવા ચાર રીજનલ સાયન્સ સેન્ટર બનાવવામાં આવ્યું છે. જ્યાં પ્રવાસીઓને આકાશ દર્શનની વિશેષ સુવિધા કરાઈ છે.

કચ્છના દરબાર ગઢમાં આવેલું આઇના મહેલ કચ્છનું સૌથી સુંદર મહેલ માનવામાં આવે છે. 

ભુજ શહેરની વચોવચ આવેલું હમીરસર તળાવ આ શહેરના હ્રદય સમાન છે. 

હમીરસર તળાવના કિનારે મ્યુઝિયમ ગુજરાતનો સૌથી જૂનું મ્યુઝિયમ છે. અહીં વિદેશી પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળે છે. 

ભુજ તાલુકા પંચાયત પાસે આવેલાં ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમમાં પ્રાચીન સંગીત, લીંપણ કામ અને કચ્છની સંસ્કૃતિને સાચવે છે.

ભુજના હમીરસર તળાવ પાસે આવેલી છતરડી રાજાશાહી સમયમાં રાજપરિવારના સભ્યોનું સમાધિ સ્થળ છે. તે અદ્ભૂત આર્કિટેક્ચર લોકોને મોહી લે છે. 

ભુજની નવું સ્વામિનારાયણ મંદિર ધાર્મિક અને પ્રવાસન ક્ષેત્રે પણ ખૂબ અગત્યનું સ્થળ છે.

રામકુંડ ભુજના હમીરસર તળાવની પાછળ આવેલો રામ કુંડ એક ખાસ પ્રકારનો જળસ્ત્રોત છે. જે 300 વર્ષથી વધુ પ્રાચીન છે.

કચ્છનો પ્રાગ મહેલ રાજાશાહી સમયે કચ્છના રાજપરિવારનું નિવાસસ્થાન તેમજ દરબારનું સ્થળ હતું. હાલ, આ મહેલ તેના ઐતિહાસિક વારસાની ઝાંખી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો