જ્યારે પૃથ્વીની જેમ ચંદ્ર પર પણ આવ્યો ભૂકંપ

ચંદ્ર પર ચંદ્રયાન-3ની ઐતિહાસિક લેન્ડિંગ બાદ મહત્વનું રિસર્ચ કરાઈ રહ્યું છે. 

વિક્રમ લેન્ડરે દક્ષિણ ધ્રુવ પર પ્લાઝ્મા બાદ હવે ભૂકંપની માહિતી મેળવી છે.

વિક્રમ લેન્ડરે લગભગ 5 સેકન્ડ સુધી ચંદ્રની ધરતી પર કંપન નોંધ્યું છે. 

વિક્રમ લેન્ડરમાં રહેલા ILSA ઉપકરણે પૃથ્વી જેવા ભૂકંપની ઉપસ્થિતિની માહિતી મેળવી છે.

ભૂકંપનો રિપોર્ટ મળ્યા બાદ વૈજ્ઞાનિકોએ ચંદ્ર પર મળેલા કંપનનું અધ્યયન કર્યું. 

વિક્રમ લેન્ડરથી ઉતરેલા રોવરે ચંદ્રની ધરતી પર રિસર્ચ કર્યું અને વિવિધ માહિતી મેળવી.

પ્રજ્ઞાન રોવરે પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સલ્ફરની ઉપસ્થિતિની પુષ્ટી કરી છે.

આ સિવાય રોવરે માહિતી મેળવી કે એલ્યુમિનિયમ અને કેલ્શિયમ સહિતની ધાતુ પણ છે.

વૈજ્ઞાનિકો મુજબ, ચંદ્ર પર જ્વાળામુખી વિસ્ફોટ અને ઉલ્કાપિંડની ટક્કરથી સલ્ફર બન્યું છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો