અનોખા શિવભક્ત! પાંદડા પર કર્યુ મહાદેવનું  સર્જન 

શ્રાવણ માસમાં શિવ ભક્તો ભોળાનાથની કામના કગરી તમને રીઝવવાનો પ્રયાસ કરે છે. 

તે જ રીતે વડોદરા શહેરના પરમહંસ આર્ટના યુવા કલાકાર કિશન શાહે કલાકત્મક શિવભક્તિ રજૂ કરી છે. 

કલાકારે ઝાડના વિશેષ પાંદડા ઉપર ભગવાન મહાદેવની વિવિધ કલાકૃતિઓ કોતરણી કરી છે. 

કલાકાર કિશન શાહે, પાંદડાની કોતરણી એ એક આર્ટવર્ક છે.

જેમાં ચિત્ર અથવા કુદરતી દ્રશ્ય વિકસાવવા માટે પાંદડાને ખૂબ જ સહજતાથી કાપવામાં આવે છે. 

કોતરણીની પ્રક્રિયામાં પાંદડાની નસો દૂર કર્યા વિના સપાટીને કાળજીપૂર્વક કાપવા વિશેષ સાધનો વપરાય છે. 

કલાકારે પોતાની કળા માટે પીપળ, વડ, ખાખરા અને ગુંદાના પાનનો ઉપયોગ કર્યો છે. 

આ પાન પર તેમણે નટરાજ, રુદ્ર, ધ્યાન મુદ્રા, કૈલાશ પર્વત પર મહાદેવ, નંદી, શેષનાગ અને ત્રિશુલ પાંદડા પર કંડારેલા છે. 

કલાકારે વૃક્ષોના 21 પાંદડા ઉપર કલાકારીગરી કરી છે. 

તેને બનાવવામાં કિશનભાઈને વીસ દિવસનો સમય લાગ્યો હતો.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો