ઓછા રોકાણમાં તગડી કમાણી આપતો બિઝનેસ કરવો છે?

તમામ લોકો ઈચ્છાતા હોય છે કે તેમને બિઝનેસ કરવો છે અને તેમાં તગડી કમાણી થવી જોઈએ.

જોકે મોટાભાગે લોકો બિઝનેસ માટે એવો આઇડિયા શોધતાં હોય છે જેમાં ઓછા રોકાણમાં વધુ નફો થાય.

તેમ છતાં ઘણાં લોકોને સફળતા નથી મળતી, કારણ કે આકરી મહેનત સાથે યોગ્ય આઇડિયા પસંદ નથી કરી શક્યા હોતા.

જો તમારો આઇડિયા યોગ્ય નથી તો વધુ રુપિયા લગાવીને પણ સારો નફો નહીં કમાઈ શકો.

એટલા માટે આજે એક એવો આઇડિયા જણાવી રહ્યા છે જેમાં તમે રોકાણ કરતાં 20 ગણું કમાઈ શકો.

જોકે આ સાથે એ જોવું પડશે કે આ બિઝનેસ આઇડિયા તમારે ત્યાં લાગુ પડી શકે છે કે નહીં.

જો તમે ખેતીને એક બિઝનેસ તરીકે લો છો તો લેમન ગ્રાસની ખેતી ખૂબ સારો વિકલ્પ છે.

લેમન ગ્રાસની ખેતીમાં ખૂબ જ ઓછા રોકાણમાં તગડો નફો કમાઈ શકો છો.

જે એક ઔષધીય પાક હોવા સાથે તેના તેલમાંથી અનેક દવા અને સુગંધિત પ્રોડક્ટ બનાવવામાં આવે છે.

ઓછામાં ઓછા 20 લાખ રુપિયાનું રોકણ કરીને આ ખેતી કરી શકો છો અને કમાણી 4-5 લાખ થઈ શકે છે.

20 હજારના ખર્ચમાં એક હેક્ટરમાં તમે લેમન ગ્રાસ એકવાર વાવીને તમે 4-6 વર્ષ સુધી તેમાંથી ઉપજ લઈ શકો છો.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.