સાસણમાં માણો 'સોનાનો સૂરજ' 

જૂનાગઢ જિલ્લાનો પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરવામાં આવી રહ્યો છે. 

ગિરનાર રોપ-વે શરુ થયા બાદ ઉપરકોટનું રિનોવેશન કરવામાં આવ્યુ હતું.

ત્યારે, હાલ પ્રવાસન વિભાગે સાસણ પાસે સનસેટ પોઇન્ટનું નિર્માણ કર્યુ છે. 

સાસણમાં હવે પ્રવાસીને વધારે એક ફરવાનું સ્થળ  મળશે. અહીં અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે.

જોકે, હજુ સનસેટ પોઇન્ટમાં પ્રવેશ માટે ટિકીટ દર નક્કી કરવામાં આવ્યો નથી. 

અહીં સનસેટ પોઇન્ટ પર લોકોને જમવા-નાસ્તાની વ્યવસ્થાની સાથે રેસ્ટોરન્ટ પણ ઉભી કરાઈ છે. 

આ સાથે અહીં અવનવી રાઇડ્સ, લપસણી, હીંચકા, સેલ્ફી પોઇન્ટ સહિતની સુવિધા અપાઈ છે. 

અહીં પ્રકૃતિના ખોળે મજા માણવા બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 

તેથી, સાસણમાં આવતા પ્રવાસીઓ માટે હવે નવું પ્રવાસન સ્થળ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

તમે પણ સાસણ આવો તો અહીં આથમતા સૂરજની મજા માણવી ચુકશો નહીં.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો