ગજબ કે'વાય! આ ગામની જમીનમાંથી મળે છે  હીરા અને મોતી 

મધ્યપ્રદેશના દમોહ જિલ્લા મુખ્યાલયના ખિરકા પાસેની જમીનમાંથી હીરા અને મોતી નીકળે છે.

પહેલા તેંદુખેડા બ્લોકના બોરિયા, પછી દમોહના બિસ્નાખેડી અને હવે બાલાકોટની જમીનમાંથી કાળા મોતી નીકળે છે.

અહીના ગ્રામજનોએ પહાડ પરથી કાળા મોતી  શોધવાનું શરૂ કર્યું છે.

અહીં દરરોજ 200 લોકો ટેકરી પર અલગ-અલગ જગ્યાએ ખોદકામ કરે છે.

આ દરમિયાન 1 કિલોથી વધુ કાળા મોતી મળી આવ્યા હતા.

બજારમાં જે મોતી કદમાં મોટા હોય છે, તેની કિંમત 10 થી 15 હજાર રૂપિયા હોય છે.

બાલાકોટના રહેવાસી જગદીશે જણાવ્યું કે આ પહાડી વિસ્તાર એક મહિનાથી ખોદવામાં આવી રહ્યો છે.

આ મણકા ખૂબ જ આકર્ષક અને સુંદર હોય છે.

તેમને જોઈને લાગે છે કે આ પુરાતત્વીય મણકા અથવા ગુરિયા નામનો પદાર્થ  હોઈ શકે છે.