શું તમે કબજીયાતથી પરેશાન છો? અપનાવો આ ઉપાય

1

અળસી

અળસીમાં ભરપુર ફાઇબર હોય છે. તે મળને નરમ કરવામાં મદદ કરે છે. તમે અળસીને સ્મૂધીમાં પણ મિક્સ કરી શકો છો અથવા મુખવાસ જેમ પણ ખાઈ શકો છો.

2

કસરત

નિયમિત કસરત કરવાથી આંતરડાના સ્નાયુઓ એક્ટિવ થાય છે અને આંતરડાની ગતિને પ્રોત્સાહન મળે છે. જોકે, તેની અવેજીમાં તમે સ્પીડ વૉત અથવા હળવું રનિંગ પણ કરી શકો છો. 

3

દહીં

દહીં આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે જેનાથી કબજીયાતમાં રાહત રહે છે.

4

ગરમ પ્રવાહી

હર્બલ ટી અથવા ગરમ પાણી પીવાથી આંતરડાની ગતિ ઉત્તેજિત થાય છે અને પાચનતંત્રમાં સુધારો થાય છે.

5

મેગ્નેશિયમ યુક્ત ખોરાક

મેગ્નેશિયમથી ભરપુર ખોરાક જેવાકે, પાંદડાવાળા શાકભાજી, બદામ, બીજ અને આખા અનાજ આંતરડાની ગતિને સરળ બનાવવામાં મદદ કરી શકે છે. 

6

હાઇડ્રેટેડ રહો

તમારા પાચનતંત્રને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવા માટે આખા દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો. દિવસમાં ઓછામાં ઓછું 8-10 ગ્લાસ પાણી પીવો. 

7

જરદાળુ

જરદાળુ તેના રેચક ગુણધર્મો માટે જાણીતા છે. જે કબજીયાત દૂર કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. કબજીયાતને દૂર કરવા તમે તેનો જ્યુસ કરીને પણ પી શકો છો. 

8

દિવેલ

ખાલી પેટે એક ચમચી દિવેલનું સેવન કરવાથધી આંતરડાની ગતિમાં સુધારો થાય છે. જોકે, આ ઉપાય સ્ત્રીઓએ ગર્ભાવસ્થા દરમિયાન ન કરવો.

9

ફાઇબરનું સેવન વધારો

ફળ, શાકભાજી, આખા અનાજ અને કઠોશ જેવા ફાઇબરથી ભરપૂર ખોરાક લેવાથી કબજીયાતની સમસ્યામાં રાહત રહે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)