કેન્દ્ર સરકારે સીલિંગ ફેન માટે કડક નિયમ બનાવ્યા છે, જાણી લો.

જો તમે પણ ઘરની છત માટે નવો પંખો ખરીદવાના છો તો સાવધાન થઈ જાવ.

કેન્દ્ર સરકારે આ વિશે કડક નિયમો બનાવ્યા છે. જેનાથી તમને ફાયદો થશે.

હવે તમને નબળી ક્વોલિટીના પંખાથી રાહત મળશે, કારણ પંખામાં હવે BSI માર્ક હોવો જરુરી છે.

આ ચિન્હ વગરના પંખા વેચવા પર સરકારે પ્રતિબંધ મૂકી દીધો છે અને જેલની સજા પણ થઈ શકે છે.

સરકારના એક પગલાથી સ્થાનિક પંખા ઉત્પાદનમાં વધારો જોવા મળશે.

તેમજ હાઈ ક્વોલિટીના પંખાની આયાતમાં પણ ઘટાડો થશે જેનાથી અર્થતંત્રને ફાયદો થશે.

હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ-BISના ચિન્હ પંખામાં જરુરી છે.

નોટિફિકેશનમાં કહેવાયું છે કે 6 મહિના પછી આ નિયમ લાગુ પડશે. 

BIS નિયમોનું પાન ન કરવા પર 2 વર્ષની જેલ અને ઓછામાં ઓછા 2 લાખનો દંડ થઈ શકે છે.

બે વખતથી વધુ વાર કાયદાનું ઉલ્લંઘન કરતાં પકડાવાથી દંડની રકમ 5 લાખ રુપિયા સુધી થઈ શકે છે.

સરકારે કહ્યું કે આ પગલું સ્થાનિક MSMEને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.