આ શેર છે કે રુપિયા છાપવાનું મશીન, 11 મહિનામાં 368% રિટર્ન

એન્જીનિયરિંગ અને IT સર્વિસિસ કંપની મોલ્ડ ટેક ટેક્નોલોજીના શેરમાં રોકાણકારોને બંપર કમાણી

એક કારોબારી દિવસ પહેલા 6 સપ્ટેમ્બરે આ શેર રેકોર્ડ હાઈ પર પહોંચ્યા હતા.

ગત વર્ષે 30 સપ્ટેમ્બર 2022ના આ શેર તેના 52 સપ્તાહના સૌથી નીચલા સ્તર 85.10 રુપિયા પર હતા.

11 મહિનામાં તે 368 ટકા ઉછળીને 4 સપ્ટેમ્બર 2023ના રોજ 398.45ની રેકોર્ડ ઉંચાઈએ પહોંચ્યા હતા.

બુધવારે બીએસઈ પર તે 0.58 ટકાના ઘટાડા સાથે 380.20 રુપિયા પર બંધ થયા હતા.

મોલ્ડ ટેક ટેક્નોલોજીઝના શેરમાં રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન મળ્યું છે.

તેને લોન્ગ ટર્મ એડીશનલ સર્વેલાંસ મેઝર (ASM) ફ્રેમવર્કના પહેલા સ્ટેજમાં રાખવામાં આવ્યો છે.

આ શેરના ટેક્નિકલ પાસાને જોઈએ તો તેનો રિલેટિવ સ્ટ્રેન્થ ઈન્ડેક્સ 70.2 પર છે. એટલે કે તે ઓવરબોટ ઝોનમાં છે.

સ્થાનિક બ્રોકરેજ ફર્મ ICICI સિક્યોરિટીઝે કહ્યું આ શેર 20,50,100 અને 200 દિવસના EMA લેવલથી ઉપર છે.

તેના ગ્રાહક ભારતમાં જ નહીં પરંતુ અમેરિકા, યુરોપ, UAE, ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ છે.

ફાઈનાન્શિયલ સ્થિતિની વાત કરીએ તો એપ્રિલ જૂનમાં રેવન્યુ વાર્ષિક આધારે 28.25 ટકા ઉછળીને 37.7 કરોડ રુપિયા રહ્યો છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.