દાંતના દુખાવાથી પરેશાન છો?

દાંતના દુખાવા અને દાંતમાં સડો થવાની સમસ્યા બાળકોની સાથે-સાથે મોટા લોકોમાં પણ જોવા મળે છે.

આજકાલ, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને પણ દાંતની સમસ્યા છે. 

ઘણાં લોકોને તેના માટે સિમેન્ટ ફિલીંગ જેવી ટ્રિટમેન્ટ પણ કરાવવી પડે છે.

દાંતનો દુખાવો હંમેશા અસહ્ય હોય છે. પરંતુ, ઘરેલું ઉપાયથી તેમાં રાહત મળી શકે છે. 

ડેન્ટિસ્ટનું કહેવું છે કે, ગાજર, મૂળા, સફરજન, બીટ જેવા ફળો ખાવા જોઈએ. 

હેલ્ધી ખોરાક અને ફળ ખાવાથી દાંત સાફ અને પેઢાં મજબૂત રહેશે. 

દાંતને મજબૂત રાખવા માટે દરરોજ બે વાર બ્રશ કરવું અથવા ફ્લોસિંગ કરવું જરુરી છે. 

જો તમને દાંતમાં સેન્સિટિવિટી અને દુખાવો હોય તો મીઠાના પાણીથી કોગળા કરવા એ ઉત્તમ ઉપાય છે. 

જો તમે તમારા દાંતને સ્વચ્છ રાખવા માંગતા હોવ તો તમારે ફાસ્ટ ફૂડ અથવા અનહેલ્ધી ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)