અસલી મલ્ટીબેગર શેર! 1 વર્ષમાં જ રૂપિયાની રેલમછેલ કરી દીધી

જો તમારી પાસે પણ Mold-Tek Technologiesના શેર હોત તો તમે આજે સાતમાં આસમાને પહોંચી ગયા હોત. 

એન્જિનિયરિંગ અને આઈટી સેવાઓ પૂરી પાડતી આ વૈશ્વિક કંપનીના શેરોએ માત્ર 11 મહિનામાં રોકાણકારોના પૈસા ચાર ગણા કર્યા છે.

30 સપ્ટે 2022ના રોજ 85 રૂપિયા પર ટ્રેડ થતા શેર 4 સપ્ટે 2023માં રોજ 398.45 રૂપિયા પર પહોંચી ગયા છે. 

આ એક વર્ષમાં શેરમાં 309 ટકાનો ઉછાળો આવ્યો છે. 

વર્ષ 2023માં શેર હજુ સુધી 142 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. 

જો કોઈ રોકાણકારે 11 મહિના પહેલા આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો આજે તેના રોકાણનું મૂલ્ય વધીને 4.68 લાખ થઈ ગયું હોત. 

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.