આ 5 બેંક સસ્તા દરે આપી રહી છે Car લોન

ભારતમાં સામાન્ય રીતે લોકો 5 લાખ સુધીની કાર લોન લે છે. જ્યારે બાકીનું ડાઉન પેમેન્ટ તેમની બચતમાંથી રોકડમાં કરવામાં આવે છે.

જો તમે પણ આ દિવસોમાં નવી કાર ખરીદવા માંગતા હોવ તો અમે તમને એવી પાંચ સરકારી બેંકો વિશે જણાવી રહ્યા છીએ જે ઓછા દરે કાર લોન આપી રહી છે. 

SBI- જો તમે કાર લોન લો છો, તો તમારે તેના પર 8.65 થી 9.70 ટકા વ્યાજ ચૂકવવું પડશે. જ્યારે તમારી માસિક EMI રૂ. 10,294 થી રૂ. 10,550 વચ્ચે હશે.

બેંક ઓફ બરોડા- આ બેંકમાંથી કાર લોન લેવા પર તમારે 8.70 થી 12.20 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. તમારી માસિક EMI રૂ. 10,307 થી રૂ. 11,173 હશે.

યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા- અહીં તમારે કાર લોન પર 8.75 થી 10.50 ટકા વ્યાજ દર ચૂકવવા પડશે. જ્યારે માસિક EMI રૂ. 10,319 થી રૂ. 10,747 વચ્ચે હશે.

પંજાબ નેશનલ બેંક- PNBમાંથી કાર લોન પર તમારે 8.75 થી 9.60 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. તમારી માસિક EMI રૂ. 10,319 થી રૂ. 10,525 સુધીની હોઈ શકે છે.

કેનેરા બેંક- આ બેંકમાંથી કાર લોન લેવા પર તમારે 8.80 થી 11.95 ટકા વ્યાજ ચૂકવવું પડશે. તમારી માસિક EMI રૂ. 10,331 થી રૂ. 11,110 વચ્ચે હોઇ શકે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.