ફક્ત 100 રુપિયામાં માણો દુબઈની મોજ

દુબઈ, મલેશિયા અને સિંગાપોરમાં જેવા અંડરવોટર ટનલ એક્વેરિયમ બનાવાય છે. 

આ અંડરવોટર ટનલ એક્વેરિયમમાં તમે અદ્ભૂત જળચર સૃષ્ટી નીહાળી શકો છો. 

લોકો આવા એક્વેરિયમ જોવાનું વધારે પસંદ કરતા હોય છે.

જો કે, દુબઈ જેવા દેશોમાં જવાનો ખર્ચ લાખોમાં થતો હોય છે.

નવસારીના શહેરવાસીઓ માત્ર 100 રૂપિયામાં અંડરવોટર ટનલ એક્વેરિયમની મજા માણી શકશે.

નવસારીમાં પહેલી વખત આવું એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે. 

શહેરમાં ઇન્ડિયા બિગેસ્ટ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 

આ સ્થળે થાઇલેન્ડ, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ જેવા અલગ અલગ દેશોની માછલીઓ નીહાળી શકો છો.

માત્ર 100 રૂપિયામાં આ સુવિધા નવસારીના લોકો માટે ઉપલબ્ધ છે. 

આ ઉપરાંત અહીં ખાણીપીણીના સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો