પત્નીની પ્રેરણાએ કર્યો  માલામાલ! 

આણંદના ખેડૂત પંકજભાઈ અને તેમની પત્ની હેતલબેન પણ પશુપાલન કરે છે. 

પંકજભાઈ છેલ્લા 17 વર્ષથી પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે.

તેઓ B.COMનો અભ્યાસ કરીને નોકરી કરતા હતાં.

પરંતુ, ફાવડ ન આવતા નોકરી છોડી દીઘી હતી. 

બાદમાં પત્નીની પ્રેરણાથી તેઓએ પશુપાલનનો વ્યવસાય અપનાવ્યો. 

શરુઆતમાં તેઓએ લોન પર 5 ગાયો લીધી હતી. 

બાદમાં પશુપાલન અનુકૂળ આવતા તેઓએ વધુ ગાયો ખરીદી. 

આજે તેમની પાસે 31 જર્સી ગાય છે. જે પુષ્કળ દૂધ આપે છે. 

આ ગાય એક ટાઇમમાં 12 થી 20 લિટર દૂધ આપે છે. 

પશુપાલક 38 થી 40 રુપિયાના ભાવે દૂધનું વેચાણ કરે છે. 

તેઓ આ વ્યવસાય થકી મહિનામાં 1.5 લાખે જેટલી આવક મેળવે છે. 

ગાયોની માવજતમાં તેઓને લગભગ 60 થી 70 હજારનો ખર્ચ થાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો