દારુ પીવાથી ઘટી જશે શુક્રાણુ?

આપણા હેલ્ધી સ્વાસ્થ્ય સાથે આપણો રોજનો ખોરાક અને જીવનશૈલી સાથે ગાઢ સંબંધ છે.  તમે જે કંઈપણ ખાઓ પીઓ છો તેના પર તમારું સ્વાસ્થ્ય નિર્ભર છે.

ફિઝીકલ સ્ટ્રક્ચર, સ્નાયુઓ અને હાડકાંની મજબૂતાઈ, છોકરીઓ પ્રત્યે લાગણીની અનુભૂતિ વગેરે મુખ્યત્વે ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન આધારિત છે. આ હોર્મોન હેલ્ધી સ્પર્મ માટે જવાબદાર હોય છે.

2021માં પ્રકાશિત એક અભ્યાસમાં કહેવાયું છે કે, જે પુરુષો કાર્બોહાઈડ્રેટ્સથી ભરપુર ખોરાક ખાય છે. જેમકે, પેસ્ટ્રી, બ્રેડ, પિઝા વગેરે શરીરમાં ટેસ્ટોસ્ટેરોનનું લેવલ ઘટાડે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, જે લોકો લાંબા સમય સુધી નિયમિતપણે દારુ પીતા હોય છે, તેમના શરીરમાં ટેસ્ટોસ્ટેરોન સામાન્ય કરતાં ઘણું ઓછું હોય છે. પરિણામે, તેમના શુક્રાણુઓની સંખ્યા પણ ઓછી છે.

2004ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દરરોજ 30-40 ગ્રામ આલ્કોહોલ પીવાથી ત્રણ અઠવાડિયામાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં 6.8 ટકાનો ઘટાડો થાય છે. વધુ પડતા સોડા, ઠંડા પીણાનું સેવન પણ પુરુષોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.

વધુ પડતી સુગર, અમુક પ્રકારના વનસ્પતિ તેલ (કેનોલા, સોયાબીન, મકાઈ, કપાસિયા, મગફળી) પણ ટેસ્ટોસ્ટેરોનને અસર કરે છે.

ડાયાબિટીસ અને અનિયંત્રિત બ્લડ સુગર પણ શુક્રાણુઓની સંખ્યા ઓછી કરી શકે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન અનુસાર પુરુષોએ દિવસ દરમિયાન 9 ચમચીથી વધારે ખાંડ ન ખાવી જોઈએ.

કેટલાંક અભ્યાસ અનુસાર, ભોજનનાં સ્વાદમાં વધારો કરનાર ફુદીના પણ ટેસ્ટોસ્ટેરોનના સ્તર પર અસર કરે છે. તેથી, પુરુષો માટે વધુ પડતો ફુદીનો ન ખાવો જોઈએ.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)