શું ખરેખર આ શસ્ત્રો કચરામાંથી બન્યા છે? 

આપણે આપણાં ઘરમાંથી જૂના કાગળને કચરામાં ફેંકી દઈએ છીએ. 

જોકે, કલાકારો એજ સ્ક્રેપ પેપરથી નવી વસ્તુઓ બનાવી શકે છે. 

મુંબઈના રહેવાસી સર્વેશ કીરે ભંગારના કાગળમાંથી 100થી વધુ વસ્તુ બનાવે છે. 

તેમાં ગણપતિ બાપ્પાની સજાવટ માટે પણ વસ્તુઓ બનાવે છે. 

સર્વેશ છેલ્લા 8 વર્ષથી ભંગારના કાગળ અને પૂંઠામાંથી કલાકૃતિઓ બનાવે છે. 

ભણવામાંથી સમય મળે ત્યારે તે આર્ટવર્ક બનાવે છે. 

શરૂઆતમાં, તેણે ટૂથપેસ્ટના ખાલી બોક્સમાંથી ટ્રક અને હેલિકોપ્ટર બનાવ્યા.

પીઓપીની સરખામણીમાં કાગળમાંથી બનેલી પ્રોડક્ટનું વજન ઓછું હોય છે.

તેથી, દક્ષિણ મુંબઈના કેટલાક શિલ્પકારો સર્વેશ પાસેથી બાપ્પાની મૂર્તિ માટે જરૂરી શણગાર, હાથના શસ્ત્રો, સંગીતનાં સાધનો મેળવે છે.

તેણે 2015માં ગણેશોત્સવ માટે શસ્ત્રો બનાવવાનું શરુ કર્યુ હતું.

તે કાગળમાંથી 20 થી 25 ફૂટ સુધીની મૂર્તિઓના શસ્ત્રો બનાવે છે. 

તે 200 રુપિયાથી આ શસ્ત્રોનું વેચાણ કરે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)