બટાકાના રસથી સ્કીનને બનાવો સોફ્ટ અને ગ્લોઈંગ

બટાકામાં હાજર વિટામિન C, મેગ્નેશિયમ, ફોલેટ અને એન્ટીઓક્સિડેન્ટ ત્વચાને સુંદર રાખવા માટે ફાયદાકારક છે. 

આ ત્વચાની ગંદકી સાફ કરીને દાગ-ધબ્બા હટાવે છે. તે પિગ્મેન્ટેશન અને ખીલને દૂર કરવા માટે મદદ કરે છે. 

બટાકાના રસમાં મુલ્તાની માટી મિક્સ કરીને લગાવવાથી સનસ્પોટની સમસ્યા દૂર થાય છે.

બટાકા અને ટામેટાંના રસને મિક્સ કરીને ફેસ પેક બનાવી શકાય છે. આ ફેસ પેકથી પિમ્પલની સમસ્યા દૂર થઈ જાય છે.

બટાકાના રસને મધ સાથે મિક્સ કરીને લગાવવાથી ફેસ પેક ચહેરાની સારી સફાઈ કરે છે. 

બટાકાના રસ અને દહીંનો ઉપયોગ કરવાથી પ્રાકૃતિક ફેસ પેક તૈયાર કરી શકાય છે. 

આ ફેસ પેક તમારી ત્વચાને સોફ્ટ, મોઇસ્ચરાઇઝ્ડ અને ચમકદાર બનાવવામાં મદદ કરશે.

બટાકાનો રસ અને ચંદનનું ફેસ પેક તૈયાર કરીને લગાવવાથી તમારી ત્વચા સ્વસ્થ અને ચમકદાર બનાવી શકો છો. 

બટાકા અને લીંબુના રસનું મિશ્રણ ત્વચાને સાફ કરવામાં મદદ કરે છે. તેનાથી ચહેરાની ડેડ સ્કીન નીકળી જાય છે. 

બટાકા અને હળદરનો ફેસ પેક એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર છે. તેને લગાવવાથી ચહેરા પર નીખાર આવે છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)