નાસાને બીજી પૃથ્વી મળી ગઈ!

વૈજ્ઞાનિકો સતત પૃથ્વી જેવા અન્ય ગ્રહો પર જીવનની શોધ કરી રહ્યા છે.

આ દરમિયાન, નાસાએ પૃથ્વી જેવો ગ્રહ શોધી કાઢ્યો છે.

એટલે કે, પૃથ્વીની જેમ આ ગ્રહ પર પણ જીવન હોઈ શકે છે.

નાસા અનુસાર, આ ગ્રહનું નામ K2-18b છે જે પૃથ્વી કરતા 8 ગણો મોટો છે.

આ ઉપરાંત, આ ગ્રહ પૃથ્વીથી 120 પ્રકાશ વર્ષ દૂર છે.

ખાસ વાત એ છે કે, વૈજ્ઞાનિકોને અહીં એક રસાયણ મળ્યું છે, જે સંભવિત જીવન તરફ ઈશારો કરે છે.

આ સિવાય K2-18bના વાતાવરણમાં મોટા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઈડ અને મિથેન પણ જોવા મળ્યા હતા.

આ વાયુઓની હાજરી સૂચવે છે કે, તે રહેવા યોગ્ય છે અથવા કદાચ પહેલાથી જ ત્યાં કોઈ વસવાટ કરે છે.

જણાવી દઈએ કે, આ શોધ નાસાના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ દ્વારા કરવામાં આવી છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો