વજન ઓછું કરવાથી ડાયાબિટીસનું જોખમ ઓછું થાય છે.

વધારાનું વજન ઓછું કરો

શારીરિક રીતે વધુ સક્રિય બનો

નિયમિત શારીરિક પ્રવૃત્તિના ઘણા ફાયદા છે. વ્યાયામ કરવાથી તમારું વજન ઘટે છે, બ્લડ શુગર ઓછું થાય છે.

એરોબિક કસરત

દરરોજ 30 મિનિટ કે તેથી વધુ સમય ઝડપી ચાલવું, તરવું અથવા દોડવા જેવી મધ્યમથી જોરદાર એરોબિક કસરત કરવી હિતાવહ છે.

રેસિસ્ટન્સ એક્સરસાઇઝ

તમે વેઈટ લિફ્ટિંગ, યોગ અને કેલિસ્થેનિક્સ કરી શકો છો.

સક્રિય રહેવું

તકોઈ એક સ્થળે સતત બેસી રહેવું આરોગ્ય માટે જોખમી છે.

વનસ્પતિ આધારિત ખોરાક

વનસ્પતિ આધારિત ખોરાકમાં વિટામિન્સ, મિનરલ્સ અને કાર્બોહાઇડ્રેટ્સ મળે છે. વિવિધ પ્રકારના સ્વસ્થ, ફાઇબરથી ભરપૂર ખોરાક લો ફળો, સ્ટાર્ચ વગરની શાકભાજી, કઠોળ અને આખા અનાજને શામેલ કરી શકાય છે.

તંદુરસ્ત ફેટ્સ ખાઓ

ચરબીયુક્ત ખોરાકમાં કેલરી વધુ હોય છે અને તે મધ્યમ પ્રમાણમાં ખાવા જોઈએ. 

વધુ પાણી પીવો

પાણી સૌથી કુદરતી પીણું છે. જે ભરપૂર પ્રમાણમાં પી શકો છો. વધુ પ્રમાણમાં પાણી પીવાથી તને ખાંડ, પ્રિઝર્વેટિવ્સ અને અન્ય શંકાસ્પદ ઘટકોનું ધરાવતા પીણાંથી દૂર રહેશો.