આ છે ફળોની રાણી

જ્યારે પણ ફળની વાત આવે ત્યારે કેરીની વાત જરુર આવે. કારણકે, તે ફળોનો રાજા છે.

કેરી એટલે ફળોનો રાજા! હકીકતમાં, આ ઉનાળાનું આ ફળ સ્વાદ અને સુગંધમાં શાનદાર છે. કાળઝાળ ગરમીમાં કેરી આપણને રાહત આપે છે.

પરંતુ શું તમે જાણો છો કે ફળોની રાણી કોણ છે?

જેમ વિશ્વના લોકો ફળોના રાજાને પ્રેમ કરે છે તેમ લોકો ફળોની રાણીના પણ દીવાના છે. 

તો ચાલો આ ફળનું નામ કહીએ. ફળોની રાણી એટલે મેંગોસ્ટીન છે.

થાઈલેન્ડ, મલેશિયા અને સિંગાપોર જેવા દક્ષિણપૂર્વ એશિયાના દેશોમાં આ ફળ સૌથી વધુ જોવા મળે છે.

એટલું જ નહીં, મેંગોસ્ટીન થાઈલેન્ડનું રાષ્ટ્રીય ફળ છે.

તેનું વૈજ્ઞાનિક નામ Garcinia Mangostana છે. તેનો સ્વાદ થોડો ખાટો-મીઠો હોય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો