ઓછી મલાઇમાં પણ ઢગલો ઘી નીકળશે, બસ આ વસ્તુ નાંખી દો

સામાન્ય રીતે દરેક ભારતીય ઘરોમાં ઘીનો ઉપયોગ કરવામાં આવે છે.

ઘી ભોજનના સ્વાદને અનેકગણો વધારી દે છે.

ઘીમાં ગુડ ફેટ હોય છે અને તે સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદા પહોંચાડે છે.

ઘણા લોકો બજારના ઘીનો ઉપયોગ કરે છે તો ઘણા લોકો ઘરે જ મલાઇમાંથી ઘી બનાવે છે.

ઘી તૈયાર કરવા માટે ઘણી મલાઇની જરૂર પડે છે. તેવામાં આજે અમે તમને કમાલની ટિપ્સ આપીશું.

આ ટિપ્સની મદદથી તમે એક લીટર દૂધમાંથી ભરપૂર ઘી કાઢી શકો છો.

મલાઇને ક્યારેય 15 દિવસથી વધારે ફ્રિજમાં સ્ટોર ન કરો. આવું કરવાથી ઘીમાંથી વાસ આવી શકે છે.

તેના માટે પ્રેશર કૂકરમાં થોડુ પાણી લઇને તેમાં મલાઇ મિક્સ કરી દો.

હવે કૂકરનું ઢાંકણ લગાવીને એક સીટી વાગવા દો. તેનાથી સરળતાથી મલાઇમાંથી ઘી છૂટુ પડી જશે.

કૂકરમાં મલાઇ બનાવતી વખતે 2 ચપટી બેકિંગ સોડા કે ખાવાનો સોડા નાંખી દો.

આ ટિપ્સથી ઘી સારી અને વધુ ક્વોન્ટીટીમાં નીકળશે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

અહીં આપવામાં આવેલી માહિતી ઘરેલું ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લો. News18 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી