બિગ બુલનો ફેવરિટ શેર ભરી રહ્યો છે ઊંચી ઉડાન

ટાઈટન કંપનીનો સ્ટોક શેરબજારના બિલ બુલ રાકેશ ઝુનઝુનવાલાનો મનપસંદ શેર હતો.

આ શેરથી તેમને ઘણો નફો થયો હતો. હવે ટાઇટનના શેર રાકેશ ઝુનઝુનવાલાની પત્ની રેખા ઝુનઝુનવાલા પર રૂપિયા વરસાવી રહ્યા છે.

એક મહિનામાં રેખા ઝુનઝુનવાલાની નેટવર્થ ટાઇટનના શેરથી રૂ. 1,390 કરોડ વધી છે.

ટાઇટન કંપનીના શેરહોલ્ડિંગ પેટર્ન મુજબ, રેખાએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં કંપનીના 4,75,95,970 શેરો રાખ્યા હતા.

છેલ્લા એક મહિનામાં ટાઇટનનો શેર રૂ. 3,010.65 થી વધીને રૂ. 3,302.45 થયો છે.

આ રીતે, એક જ મહિનામાં રેખા ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોમાં સામેલ આ શેરની કિંમતમાં 291.80 રૂપિયાનો વધારો થયો છે.

છેલ્લા એક વર્ષમાં આ શેરે રોકાણકારોને 20 ટકાથી વધુ વળતર આપ્યું છે.

30 જૂન, 2023 સુધી રેખા ઝુનઝુનવાલાએ 26 શેરોમાં રોકાણ કર્યું હતું. તેમના રોકાણનું કુલ મૂલ્ય 34,213.1 કરોડ રૂપિયા હતું.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.