આ ધંધાએ આખા ગામને કરી દીધું માલામાલ

આણંદના ઘણાં લોકો પશુપાલનનો વ્યવસાય કરે છે.

બાધપુરા ગામના 150 ગામની વસ્તીમાં 8 હજારથી વધુ જાફરાબાદી ભેંસ છે.

જેનું 1 ટંકનુ 8 થી 10 લિટર દૂધ મળે છે. 

ગામના લોકો બાધરપુરા દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે દિવસમાં 17થી18 હજાર લીટર જેટલું દૂધ ભરાવે છે.

આ મંડળીએ અમૂલને વર્ષ 22-23માં અમૂલને 67,92,422 લિટર જેટલું દૂધ પૂરું પાડ્યુ હતું.

દૂધ ભરાવવાના મામલે બાધરપુરા ગામ જિલ્લામાં પ્રથમ ક્રમાંકે છે.

અહીં અમૂલ ડેરી દ્વારા 150 જેટલા આહીર સમાજના લોકો માટે એક દૂધ ઉત્પાદક મંડળી પણ શરૂ કરવામાં આવી છે.

જેમાં આ પરિવારના લોકો દરરોજનું 18 હજાર લીટર જેટલું દૂધ બાધરપૂરા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં ભરાવે છે.

ગત વર્ષે અને આ વર્ષે પણ આ દૂધ ઉત્પાદક મંડળી જિલ્લામાં અમૂલને દૂધ પહોંચાડવામાં મોખરે રહી છે.

દૂધમાં વધારે ફેટ મળી રહે તે રીતે પશુઓની ખાસ માવજત કરવામાં આવે છે.

હાલ લીટર દીઠ 60 રૂપિયા જેટલું પશુપાલકોને વળતર મળી રહ્યું છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ગુજરાતી ન્યુઝ18 આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)