શું તમે આડેધડ કોઈપણ સમયે ખાવા લાગો છો? 

જો તમે સમયસર ભોજન ન કરો તો તમે વિવિધ રોગોનો ભોગ બની શકો છો. જેમ કે અકાળ વૃદ્ધત્વ અને હૃદયની સમસ્યાઓ.

ઘણા બધા લોકો મોડી રાત સુધી જાગે છે અને રાત્રે મોડા જમે છે. 

માત્ર રાત્રે જ નહીં. પરંતુ, ઘણાં લોકો તો દિવસે પણ આડેધડ સમયે ભોજન કરે છે. 

જેનાથી હાર્ટ પ્રોબ્લેમ થઈ શકે છે. આ સાથે કોલેસ્ટ્રોલ વધીને બલ્ડ પ્રેશર જેવી સમસ્યા પણ થઈ શકે છે. 

ગમે તે સમયે જમવાથી ગેસ જેવી સમસ્યા થઈ શકે છે. તેમજ ખૂબ જ ઝડપથી વજન વધવા લાગે છે.

આ તમામ રોગોથી બચવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય સમયે ભોજન લેવું જોઈએ.

તમારે સવારે 8 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લેવો જોઈએ. જો તે શક્ય ન બને તો પણ મોડામાં મોડા 10 વાગ્યા સુધીમાં નાસ્તો કરી લો.

12:00 અને 2:00 ની વચ્ચે લંચ લો. અને રાત્રે 9 વાગ્યા પહેલાં રાત્રીભોજન કરી લો.

જો તે પણ શક્ય ન હોય તો સુવાના ત્રણ કલાક પહેલા ડિનર લઈ લો. જેનાથી તમારું શરીર સ્વસ્થ રહેશે અને પાચનશક્તિમાં સુધારો થશે. 

જેનાથી તમારી વધતી ચરબીને પણ સંતુલિત કરીને ફિગર મેઇન્ટેન કરશે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતોની પુષ્ટિ કરતુ નથી.)