પાઘડીવાળા શ્રીજીની માર્કેટમાં વધી ડિમાન્ડ

ગણેશ મહોત્સવને હવે ફક્ત ગણતરીના દિવસો બાકી છે. 

ત્યારે, ગજાનંદને આકર્ષક બનાવવા માટે મૂર્તિકારો તેની સજાવટ કરે છે. 

હાલ, ગણપતિને પાઘડી પહેરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે.

ગણેશજીની મૂર્તિ પર મુગટ રાખવામાં આવે છે.

પરંતુ, નવસારીના આર્ટિસ્ટ તેના બદલે આર્ટિફિશિયલ ફૂલ અને રંગબેરંગી પાઘડી પહેરાવે છે.

હાલ, બજારમાં પાઘડીવાળી ગણેશજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે. 

આજે, બજારમાં પાઘડીવાળી મૂર્તિની ડિમાન્ડ ખૂબ જ વધી રહી છે.

મૂર્તિનું વિસર્જન કર્યા બાદ પાઘડી અને આર્ટિફિશિયલ ફૂલ છુટાં પડી જાય છે.

જેને પ્રસાદ સ્વરૂપે ઘરમાં રાખી શકાય છે અને પૂજા કરી શકાય છે.

ગણેશજીના માથામાં બે જાતની પાઘડી હાલ બાંધવામાં આવી રહી છે, જેમાં રાઉન્ડ પાઘડી પ્રખ્યાત છે.

બીજી મહારાષ્ટ્રીયન પેટર્નની સાડીના કાપડમાંથી ફેંટા બનાવી સુંદર પાઘડી બનાવાય છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો