શું છે PM વિશ્વકર્મા યોજના, કોને કોને થશે લાભ અને ક્યારથી લાગૂ પડશે?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે 17 સપ્ટેમ્બરના રોજ વિશ્વકર્મા જયંતી નિમિત્તે કારીગરો અને શિલ્પકારોના હુનરને વધારવા માટે 'પીએમ વિશ્વકર્મા' યોજનાની શરુઆત કરશે.

વડાપ્રધાન કાર્યાલય (પીએએમઓ) દ્વારા એક નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી હતી.

પીએમઓ મુજબ વડાપ્રધાન દિલ્હીના દ્વારકા વિસ્તારમાં આવેલા ઈન્ડિયા ઇન્ટરનેશનલ કન્વેંશન એક્સપો સેન્ટર (IICC) માં આ યોજનાની શરુઆત કરશે.

કેન્દ્ર સરકારે 'પીએમ વિશ્વકર્મા' યોજનાની શરુઆતની જાહેરાત કેન્દ્રીય બજેટ 2023-24માં કરી હતી.

આ યોજના માટે નાણાકીય વર્ષ 2023-24થી 2027-28 સુધી 13,000 કરોડ રુપિયાની જોગવાઈ કરવામાં આવી છે.

આ યોજનાનો ઉદ્દેશ્ય પોતાના હાથ અને ઓજારથી કામ કરતાં કારીગરો અને શિલ્પકારોના પારંપરિક કૌશલને પ્રોત્સાહન આપવાનો તેમાં વધારો થાય માટે મજબૂત કરવાનો છે.

PMO મુજબ આ યોજના અંતર્ગત લાભાર્થીઓને 5 ટકાના છૂટછાટવાળા વ્યાજ દરે 1 લાખ રુપિયા (પહેલો હપ્તો) અને 2 લાખ રુપિયા (બીજો હપ્તો) સુધીની લોન સહાયતા આપવામાં આવશે.

પીએમઓએ કહ્યું કે પારંપરિક શિલ્પકળા સાથે જોડાયેલા લોકોને પ્રોત્સાહન આપવા પર પીએમ મોદી પહેલાથી ભાર આપતાં આવ્યા છે.

જેમાં પારંપરિક શિલ્પકળાને કવર કરવામાં આવી છે. આ અંતર્ગત સુથાર, હોડી બનાવનાર, બંદૂક બનાવનાર, લુહાર, હથોડી બનાવનાર, તાળા બનાવનાર, સુવર્ણકાર, કુંભાર, શિલ્પકાર, જૂતા બનાવનાર, સાવરણી બનાવનાર, ઢીંગલી અને રમકડા બનાવનાર, વાળંદ, માળા બનાવનાર, ધોબી, દરજી અને માછીમારીની જાળ બનાવનારનો સમાવેશ થાય છે.

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો