ડાંગનો આ સ્વાદ નથી ચાખ્યો?

કુદરતના ખોળામાં વસેલા ડાંગમાં લોકો કુદરતને નિહાળવા જાય છે. 

પરંતુ, પ્રાકૃતિક ભોજન માણ્યા વિના ડાંગની મુલાકાતને અધુરી ગણવામાં આવે છે. 

વઘઈમાં આવેલા નાહરી કેન્દ્રમાં લોકો મોટી સંખ્યામાં આવે છે અને ડાંગનું સ્વાદિષ્ટ ભોજન માણે છે. 

સાપુતારા જતા હાઇવે પર વઘઈ સર્કલ નજીક નાહરી કેન્દ્ર આવેલું છે. જેનું સંચાલન રંજીતાબેન પટેલ કરે છે. 

અહીંની ડાંગી થાળી અને ગુજરાતી થાળી ખૂબ જ જાણીતી છે. 

ડાંગી થાળીમાં નાગલીના રોટલા, અડદની દાળ, અડદનું ભુજિયું; દૂધી, ભીંડા, પરવળ, કોબી સહિતનાં લીલા શાકભાજી, મગ, ચણા, વટાણા સહિતનાં કઠોળ, ગાજર, બીટ, ટમેટાનું સલાડ; વાંસનું, કેરીનું અને કરમદાનું અથાણું, નાગલીના પાપડ, નાગલીનો શીરો, નાગલીનાં ઢોકળાં, છાશ, દાળ-ભાત પીરસવામાં આવે છે.

આ કેન્દ્ર પર લગભગ 14 બહેનો કામ કરે છે અને સવાર-સાંજ મળીને અહીં 100થી 150 લોકો જમે છે. 

ત્રીજના તહેવારે તો 250 લોકો અહીં જમવાનો આનંદ મેળવે છે. 

ડાંગમાં રહેતા લોકો ચોખાના રોટલા વધુ ખાય છે. 

નાગલીના લોટની ચીક્કી અને મોહનથાળ પણ બહુ સ્વાદિષ્ટ બને છે.

અહીંનો ઓર્ગેનિક ખોરાક શુદ્ધ અને સાત્ત્વિક હોવાને કારણે કેન્દ્રને ઘણા ઓર્ડરો મળે છે.

આ કારણોસર અનેક મહિલાઓને રોજગારી મળતી થઈ છે. 

વધુ વેબ સ્ટોરી માટે અહીં ક્લિક કરો

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર આધારિત છે. ન્યુઝ18 ગુજરાતી આ બાબતો સાચી હોવાની પુષ્ટિ કરતુ નથી.)