Vastu: તુલસીનો સૂકાયેલો છોડ પણ બનાવશે માલામાલ

વાસ્તુ શાસ્ત્રમાં તુલસીના છોડને ઘરમાં વાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ તેનું સૂકાવું અશુભ માનવામાં આવે છે.

પરંતુ જો તમારા ઘરની તુલસીનો છોડ સૂકાઇ ગયો છે, તો તમે તેના કેટલાંક ઉપાય કરીને પણ માલામાલ બની શકો છો.

ધન લાભ માટે

સૂકા તુલસીના પાનને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તિજોરીમાં મૂકી દો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઇને ધન-સંપત્તિ આપે છે.

લાડુ ગોપાલનું સ્નાન

લાડુ ગોપાલને રોજ સૂકી તુલસીના પાન નાંખેલા પાણીથી સ્નાન કરાવો. આ કરવાથી બાળ ગોપાલ પ્રસન્ન થઇને કૃપા  વરસાવશે.

લાડુ ગોપાલને ભોગ લગાવો

આ સિવાય લાડુ ગોપાલને ભોગ લગાવતી વખતે મિઠાઇમાં સૂકી તુલસી નાંખી દો. તેનાથી જલ્દી તમારી આર્થિક સ્થિતિ સુધરશે.

માંજરના ઉપાય

તુલસીના માંજર ચડાવવાથી પારિવારિક સુખ મળશે, જીવનમાં પ્રેમનું આગમન થશે, લગ્નમાં આવતી બાધાઓ દૂર થશે. તેના માટે શિવજી પર દૂધમાં માંજર નાંખીને અભિષેક કરો.

મા લક્ષ્મીને અર્પિત કરો

તુલસીના માંજર મા લક્ષ્મીના ચરણમાં અર્પિત કરવાથી તમારી તમામ મનોકામનાઓ મા લક્ષ્મી જલ્દી પૂરી કરે છે.

નકારાત્મકતા દૂર કરે

ધાર્મિક માન્યતાઓ અનુસાર, તુલસીના સૂકા પાનને ગંગાજળમાં ડૂબાડીને ઘરમાં છાંટવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે. સાથે જ ઘરમાં ખુશીઓ આવે છે.

વેપારમાં સફળતા

જો તમારા વેપારમાં મંદી આવી હોય તો એક વાસણમાં 3 દિવસ સુધી તુલસીના પાન પાણીમાં ડૂબાડી રાખો. આ પાણીને તમારી ઓફિસના મુખ્ય દ્વાર પર છાંટો.

તુલસીના સૂકા પાનના આ અચૂક ઉપાય કરીને તમે પણ તમારી સમસ્યાઓથી છૂટકારો મેળવી શકો છો.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને સૂચનાઓ સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. News 18 Gujarati તેની પુષ્ટિ નથી કરતું. તેનો અમલ કરતાં પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ જરૂર લો.