Ji AirFiber આજે થશે લોન્ચ, જાણો તેના વિશે બધું જ જે અમે જાણીએ છીએ

ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે રિલાયન્સ જિયો તેની ફિક્સ્ડ વાયરલેસ બ્રોડબેન્ડ સર્વિસ Jio AirFiber લોન્ચ કરવા તૈયાર.

28 ઓગસ્ટના રોજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 46મી વાર્ષિક સાધારણ બેઠકમાં કંપનીના ચેરમેન મુકેશ અંબાણીએ Jio AirFiber બાબતે જાહેરાત કરી હતી.

અંબાણીએ જણાવ્યું હતું કે, Jio AirFiber ભારતના વ્યાપક 5G નેટવર્ક અને અદ્યતન વાયરલેસ ટેક્નોલૉજીનો ઉપયોગ કરવા માટે છેવાડાના ફાઇબર કનેક્શનની જરૂરિયાતને દૂર કરશે.

Jio AirFiber દરરોજ 1,50,000 ઘરોને પોતાની સાથે જોડવાની ક્ષમતા ધરાવે છે, જે ઓપ્ટિકલ ફાઈબરની તુલનામાં નોંધપાત્ર વિસ્તરણ છે.

Jio ફાઇબરથી વિપરીત, Jio AirFiber ભૌતિક માળખાકીય અવરોધો દ્વારા મર્યાદિત નથી, જે વ્યાપક કવરેજ પ્રદાન કરે છે.

Jio AirFiber દ્વારા 1 Gbps કરતાં પણ વધુ સ્પીડ મળશે, જોકે એક્ચ્યુઅલ સ્પીડ નજીકના જિયો ટાવર દ્વારા મળતાં મજબૂત સિગ્નલ પર આધાર રાખશે.

Jio AirFiber ડિવાઇસ Wi-Fi 6ને સપોર્ટ કરે છે અને પેરેન્ટલ કંટ્રોલ્સ તેમજ સિક્યુરિટી ફાયરવોલ સાથે આવે છે.

તેમજ તેના દ્વારા Jio સ્માર્ટ હોમ સોલ્યુશન માટે પાયો નખાશે, જેમાં જિયો હોમ રાઉટર, જિયો સેટ અપ બોક્સ અને જિયો હોમ સ્માર્ટફોન એપ સામેલ છે.

જિયો ફાઈબર ડિવાઈસને કોઈપણ જાતના વાયર વગર હવા દ્વારા ફાઈબર જેવી હાઈસ્પીડ  આપવા માટે ખાસ ડિઝાઈન કરવામાં આવ્યું છે.

Jio AirFiber સર્વિસ વ્યાજબી ભાવે અંદાજિત 6000 રુપિયામાં સર્વિસ આપશે.

જોકે પોર્ટેબલ યુનિટ ડિવાઈસના કારણે પરંપરાગત ફાઈબર બ્રોડબેન્ડ કનેક્શન કરતાં આ થોડું વધારે મોંઘુ હોઈ શકે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.