Jio AirFiberનો ધમાકો! માત્ર 599માં મળશે 550 ચેનલ, 14 એપ્સ અને 30Mbpsની સ્પીડ

રિલાયન્સ જિયો દ્વારા લોન્ચ કરવામાં આવેલ Jio AirFiber સર્વિસ એક ઈન્ટીગ્રેટેડ સોલ્યુશન છે.

જે એક જ પ્લાન દ્વારા તમને સ્માર્ટ હોમ સર્વિસ, હાઈ સ્પીડ ઈન્ટરનેટ અને ઈન હાઉસ એન્ટરટેઇન્મેન્ટ સર્વિસ આપશે.

જિયોની આ સર્વિસ દેશના 8 મેટ્રોપોલિટીન શહેરો - અમદાવાદ, બેંગલુરુ, ચેન્નઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, મુંબઈ અને પુણેમાં શરુ થઈ છે.

રિલાયન્સ જિયોના જણાવ્યા અનુસાર, JioAirFiberમાં આગળ જણાવ્યા પ્રમાણેના ફાયદા મળશે.

વપરાશકર્તાઓ 550 થી વધુ હાઇ-ડેફિનેશન ડિજિટલ ટીવી ચેનલો, કેચ-અપ ટીવી અને 16+ લોકપ્રિય OTT એપ્સને ઍક્સેસ કરી શકે છે.

ડિજિટલ એન્ટરટેઇન્મેન્ટ

બ્રોડબેન્ડ ઈન્ટરનેટ

ઈન્ડોર વાઈફાઈ સર્વિસ ઘર અને બિઝનેસની જગ્યાએ હાઈસ્પીડ બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપશે.

સ્માર્ટ હોમ સર્વિસ

એજ્યુકેશન અને વર્ક ફ્રોમ હોમ, સેફ્ટી અને સર્વેલન્સ સોલ્યુશન્સ, હેલ્થકેર સહિતની વિવિધ શ્રેણીઓ માટે ક્લાઉડ પીસીની સર્વિસ આપશે.

ગ્રાહકોને સંપૂર્ણ કવરેજ માટે વાઇફાઇ રાઉટર, 4K સ્માર્ટ સેટ ટોપ બોક્સ અને વૉઇસ-એક્ટિવેટેડ રિમોટ સહિતના હોમ ડિવાઈસિસ કોઈપણ જાતના વધારાના ખર્ચ વગર પ્રાપ્ત થશે.

ફ્રી હોમ ડિવાઇસિસ

જિયો એરફાઈબરની શરુઆત 599 રુપિયા અને 1199 રુપિયા એમ બે પ્લાન સાથે થઈ છે. આ બંને પ્લાનમાં મુખ્ય તફાવત સ્પીડનો છે.

Jio AirFiberના પ્લાન્સ

નેટવર્ક18 અને ટીવી18 કંપનીઓ ચેનલ/વેબસાઈટનું સંચાલનક કરે છે. જેનું નિયંત્રણ સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ કરે છે, જેમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક માત્ર લાભાર્થી છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.