હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં જળતાંડવ થાય તેવી શક્યતા છે. 

નવરાત્રીમાં પણ વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, તારીખ 19 અને 20માં જળ તાંડવ થાય તેવી શક્યતા છે. 

જનધનને કાળજી રાખવી પડશે. બનાસકાંઠા અને રાજસ્થાનના સરહદના ભાગોમાં અગમચેતી રાખવાની જરૂર છે.

ઓક્ટોબર માસમાં બીજી સિસ્ટમ આવશે ત્યારે ચક્રવાતનું પ્રમાણ વધશે. 

નવેમ્બર અને ડિસેમ્બર સુધીમાં ચક્રવાતનું પ્રમાણ રહ્યા કરશે. 

સપ્ટેમ્બરના અંત સુધીમાં થોડા થોડા કરીને વરસાદના વધુ ઝાપટાં આવી શકે છે.

20 તારીખે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યા રહેશે. 

ભાવનગર, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકામાં વરસાદ થવાની શક્યતા રહેશે.