સરકારી કર્મચારીઓને નવરાત્રિમાં પડી જશે બખ્ખા

જેની રાહ દેશમાં લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ જોઈ રહ્યા છે તે ખુશખબર મળવાના દિવસો હવે દૂર નથી.

પ્રાપ્ત અહેવાલ મુજબ દિવાળી પહેલા નવેમ્બરની સેલેરીમાં લાખો રુપિયાનો વધારો થશે.

કેન્દ્રની મોદી સરકાર નવરાત્રિ પહેલા કર્મચારીઓ અને પેન્શનર્સ માટે DA તેમજ DR બંનેમાં વધારો કરી શકે છે. 

સરકારે ગત વર્ષે પણ સપ્ટેમ્બરના અંતમાં આ જાહેરાત કરી હતી. તેવી જ રીતે આ વર્ષે પણ જાહેરાત કરી શકે છે. 

કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સ માટે મોંઘવારી રાહત ભથ્થામાં રિવિઝન કરે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ 27 સપ્ટેમ્બરે કેન્દ્રીય કેબિનેટની બેઠખમાં ડીએ અને ડીઆરમાં 3 ટકા વધારાની જાહેરાત થઈ શકે છે.

જેથી મોંઘવારી ભથ્થું વધીને 45 ટકા જેટલું થઈ જઈ શકે છે. જેનો ફાયદો કેન્દ્રના 47.58 લાખ કર્મચારીઓ અને 69.76 લાખ પેન્શનર્સને મળશે.

હકીકતમાં કેન્દ્ર સરકાર કર્મચારીઓના DAનું કેલક્યુલેશન CPI-IW ના આધારે કરે છે. તેના માટે એક ફોર્મ્યુલા નક્કી છે

જે મુજબ પાછલા 12 મહિનાનો સરેરાશ CPI-IW 382.32 છે. જે અંતર્ગત ડીએ 46.24 ટકા થાય છે. 

જે ગત વર્ષે 42.37 ટકા હતો. જેથી આ વખતે જુલાઈ 2023થી ડીએમાં 3.87 ટકાનો વધારો થઈ શકે છે.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.