ખાલિસ્તાન માટે દોસ્તથી દૂશ્મન બન્યું કેનેડા, જાણો ભારત સાથે વર્ષે કેટલા કરોડનો કારોબાર

જ્યારથી જી20 2023 પૂર્ણ થયું છે ત્યારથી ભારત કેનેડેના સંબંધોમાં નવા વિવાદ આવ્યો છે. 

ભારત તરફથી એવો આરોપ છે કે કેનેડા તેવા તત્વોને સપોર્ટ કરે છે જે ભારત વિરુદ્ધ ષડયંત્ર કરે છે.

આ જ કારણ છે કે ભારતે કેનેડા સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર વાતચીત બંધ કરી દીધી છે. 

બંને દેશ વચ્ચે નાણાકીય વર્ષ 2023માં 8 બિલિયન ડોલર એટલે કે 67 હજાર કરોડનો વેપાર થયો છે. 

જાણકારી અનુસાર બંને દેશ વચ્ચે ટ્રેડ વધુ નથી, સત્તાવાર આંકડા મુજબ બંને દેશના એક્સપોર્ટ ઈમ્પોર્ટ સમાન છે.

ભારતે નાણાકીય વર્ષ 2023માં કુલ 34 હજાર કરોડ રુપિયાનો સામાન કેનેડામાં નિકાસ કર્યો છે.

જ્યારે સમાન સમયાગાળામાં ભારતે કેનેડાથી 35 હજાર કરોડનો સામાન આયાત કર્યો છે. 

ભારતની નિકાસમાં મુખ્યત્વે ફાર્માસ્યુટિકલ, આયરન પ્રોડક્ટ્સ, ટેલીકોમ કંપોનેન્ટ, ગારમેન્ટ્સ, મરીન પ્રોડક્ટ્સ, ઓટો કંપોનન્ટ અને સ્ટીલ એક્સપોર્ટ કરે છે.

જ્યારે ભારત કેનેડાથી કોલસો, ખાતર, દાળ અને એલ્યુમિનિયમ ઈમ્પોર્ટ કરે છે જોકે આ માટે તેનો આધાર ફક્ત કેનેડા નથી.

Disclaimer: આપેલી રોકાણની સલાહ નિષ્ણાતના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી તેના માટે જવાબદાર નથી. રોકાણ કરતા પહેલા આપના આર્થિક સલાહકારની સલાહ ચોક્કસ લો.